બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે પરિવારનું ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવતા ફરી ધર્મ પરિવર્તનનું ભૂત ધૂંયું છે.. પરિવારે ધર્મપરિવર્ત કરાવનાર ઇસમ 25 લાખ માંગતા માલગઢમાં રહેતા હરેશભાઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે જ્યારે પિતાની હાલત ગંભીર છે.. પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની અટકાયત કરી છે.. હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે..ડીસાના રાજપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું..બાદમાં યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો..પિતાએ યુવક પાસે તેની પુત્રી ,પત્ની અને પુત્રને પરત માંગતા તેને ધર્મ પરિવર્તન કરવાનું કહી 25 લાખની માંગણી કરી ધમકી આપતાં પિતાએ પાલનપુરમાં ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી..પીડિત પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
