Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા આઇ- ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરનાર ખેડુતો સાધનિક કાગળો દિન-૭ માં જમા કરાવે

બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ-૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી આઇ- ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ હતુ. જેમાં જેઓએ ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ ઓનલાઇન અરજી સાથે જરૂરી આધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજી પત્રક સહી કરીને સાથે ૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનો પ્રમાણ પત્ર જેવા સાધનિક કાગળો દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં.૧૪-૧૫ ભોંયતળીએ, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ, પાલનપુર, જિ. બનાસકાંઠા ફોન નં. ૦૨૭૪૨- ૨૫૬૭૨૬, Email – ddhhortibk@gmail.com કચેરી ખાતે અચૂક જમા કરાવવા જણાવવામાં આવે છે. જેની સર્વે ખેડુતોએ નોંધ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી પાલનપુર, બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: