Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ધાનેરા ગોળામાં રાજસ્થાનની બે બહેનોનો કૂવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર

ધાનેરા તાલુકાના ગોલા ગામે એક ખેડૂતના અવાવરુ કૂવામાં ગુરૂવારે રાજસ્થાનના ટેતોબ ગામની બે સગી બહેનોએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યુ હતુ. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. પોલીસે બન્ને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ લાવ્યા હતા. રાજસ્થાનના ટેતોબ ગામના ભલાભાઇ લુહારની બે દીકરીઓ ગગીબેન અને કોનુબેન ને રાજસ્થાનના લાછીવાડ ગામે બન્ને સગા ભાઇઓને પરણાવી હતી.પરંતુ ગુરુવારના સુમારે આ બન્ને બહેનો કોઇક અગમ્ય કારણોસર લાછીવાડ ગામે પોતાની સાસરીથી નિકળીને બાજુમાં આવેલ ધાનેરા તાલુકાના ગોલા ગામે આવી હતી. જ્યાં શંકરભાઇ રબારીના ખેતરમાં અવાવરુ કૂવામાં બન્ને બહેનોએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ ખેતર માલિકને થતાં આજુબાજુથી લોકોને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ બંનેને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ બન્ને યુવતીઓના પરિવારની તપાસ હાથ ધરીને તેમના સગા સબંધીઓને જાણ કરી હતી. દરમિયાન બન્ને બહેનોની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

રીપોર્ટ : ભરત ગલચર

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: