આજે ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે થરાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વાવ થરાદ સુઈગામ ભાભર ના લોકો દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નિત્યાનંદજી મહારાજ ચારણકા વાળાઓના અધ્યક્ષ સ્થાને સભા સંબોધી ત્યારબાદ બાઈક રેલી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાઇવે ચાર રસ્તા, રેફરલ હોસ્પિટલ,મુખ્ય બજાર સહિત શહેરના રાજ માર્ગે ભગવાનની શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ સહિત કરશનભાઇ પટેલ ક્રિષ્ના હોસ્પિટલ સ્ટાફ દ્વારા શોભાયાત્રામાં શ્રી પરશુરામ ભગવાની છબીને ફુલહાર તેમજ પુષ્પો વડે સન્માન કરવામાં આવ્યું હતું.પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત તેમજ સામાજિક સેવા સંસ્થાઓ અને મુસ્લિમ આગેવાનો દ્વારા ભગવાનની શોભાયાત્રાને સન્માન કરાયું હતું…શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ માં નરસિંહ ટેકરી ટાંડાની પાળ ખાતે શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે સાંજે મહા આરતીનું આયોજન કરાયું છે….જેમાં ભગવાનની મહા આરતીનો લાભ લેવા શહેરમાં રહેતા તમામ બ્રહ્મ સમાજને એડવોકેટ અજયભાઈ ઓઝા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..
થરાદ ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઇ
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#થરાદ ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઇ#બનાસકાંઠા ના સમાચાર#ભગવાન પરશુરામની જન્મ જયંતિ#ભવ્ય બાઈક રેલી યોજાઇ#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
