વાવ તાલુકામાં દેવપુરા મુખ્ય પાલન્ટમાંથી પીવા લાયક પાણી પાણી પુરવઠા દ્વારા આપવામાં આવે છે જે પાણી એક ગવર્મેન્ટ કીટનાં ટેસ્ટ પ્રમાણે પાણીનું PH9 આવતું હોવાથી વાવ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પીવા લાયક પાણી દુષિત આવતું હોવાથી પાણી જન્યરોગોમાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે .જેના લીધે વાવ તાલુકા વિસ્તારોમાં પાણી જન્ય રોગો ફાટી નીકળશે તો જવાબદાર કોણ ?? જેવા અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યાં છે.ઉલ્લેખનીય છે આ પાણી નર્મદા ની નહેર મારફતે દેવપુરા એક પ્યુરેટ પ્લાન્ટ મારફતે શુદ્ધ કરી પાણી પુરવઠા ની પાઈપ લાઈન મારફતે ગામડે પહોચાડવામાં આવે છે .શું દેવપુરા પ્યુરેટ પ્લાન્ટ પાણી શુદ્ધ કરવામાં નિષ્ક્રિય હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિ એ લાગી રહ્યું છે જાણવા મળતી માહિતી મુજબ સરહદી વાવ શહેર તેમજ ગામડાઓમાં પીવાનું પાણી દૂષિત તેમજ પાણીમાં પણ રેત આવતી હોવાનું વિડીઓ માં પણ દેખાઈ રહ્યું છે.વાવ રેફરેલમાં રોજની 200થી 250 ઓપીડી નોંધાઇ રહી છે.ત્યારે હાલમાં પાણીજન્ય રોગોમાં 10%ઓપીડીમાં વધારો થઈ રહ્યો હોવાનું હોસ્પિટલનાં સુત્રોએ જણાવ્યું હતું.ત્યારે સરહદી વાવ તાલુકામાં પીવાનાં શુદ્ધ પાણી માટે રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ સક્રિય બને તે જરૂરી છે
વાવ તાલુકા માં દુષિત પાણી ના લીધે લોકો માં પાણી જન્ય રોગો માં ૧૦ ટકા નો વધારો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
