Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં મારામારી બાદ યુવકનું સારવાર દરમિયાન મોત,પોલીસ બંદોબસ માં અંતિમ યાત્રા નીકળી

બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર ખાતે આવેલ નેહરુ નગર ટેકરા વિસ્તારમાં બે દિવસ પહેલા વિશાલ ઠાકોર નામનો યુવક અમદાવાદ વિસ્તારમાં રહેતી ઠાકોર સમાજ ની યુવતી ને ભગાડી ગયો હતો આ ઘટના બનતા યુવતીનો ભાઈ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનો ને ઠપકો આપવા ગયો હતો તે દરમિયાન યુવકના ભાઈ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનુ ઠાકોરે યુવતીના ભાઈ જગદીશ ઠાકોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગડદા પાટું માર માર્યો હતો. જથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશ ઠાકોરને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન જગદીશ ઠાકોર નુ મોત નીપજતાં ગઈકાલે મૃતક જગદીશ ઠાકોરના પરિવારજનો ડીસા શહેર પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા ઘટનામાં પોલીસ દ્વારા આ મામલે દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની માંગ કરી હતી જે બાદ આજરોજ મૃતક જગદીશ ઠાકોર ની લાશ ને ડીસા નહેરુનગર ટેકરા વિસ્તારમાં પોતાના ઘરે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.અને મુતક જગદીશ ઠાકોરની પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા નિકાળવામાં આવી હતી. ડીસા ઉત્તર પીઆઇ જે વાય ચૌહાણ અને પીએસઆઈ સહિત લોખંડી  બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: