ડીસા શહેરના વર્ષો જુના વાડીરોડ સ્મશાન ને મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા અધતન સુવિધા સભર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા માર્કેટયાર્ડ દ્વારા મુક્તિધામ ના વધૉ વિકાસ માટે રૂપિયા 11 લાખ ના અનુદાન નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.ડીસાના વાડીરોડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે અધતન સુવિધા સભર મુક્તિધામ (સ્મશાન ગૃહ) ને વિકસાવવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુક્તિધામ ની કામગીરી થી પ્રભાવિત થઈ ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા પણ મુક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા ને રૂપિયા 11 લાખના અનુદાન ની જાહેરાત કરવામાં આવી હતી. આથી બુધવારે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજીભાઈ દેસાઈ ના હસ્તે તેમજ સેક્રેટરી એ.એન.જોષી અને ડીરેકટર રેવાભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં રૂપિયા 11 લાખના અનુદાન નો ચેક ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતીયા, ડૉ. કિશોરભાઈ આસ્નાની, ડૉ. સી.કે.પટેલ, ચંદ્રકાન્તભાઈ મિસ્ત્રી, મહેશભાઈ ટાંક, ડીસા તાલુકા ભાજપ મહામંત્રી બાબરસિંહ વાઘેલા અને વિપુલભાઈ દવે હાજર રહી એપીએમસી ના સેવાકાર્ય ને બિરદાવી ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ સંચાલક મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો
ડીસા માં અધતન સુવિધા સભર બની રહેલ મુક્તિધામ ને એપીએમસી દ્વારા 11 લાખ નું અનુદાન
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#11 lakh grant from APMC to Muktidham which is being equipped with latest facilities in Deesa#a indian name for boy#ગુજરાત#ડીસા માં અધતન સુવિધા સભર બની#ડીસા માં અધતન સુવિધા સભર બની રહેલ મુક્તિધામ ને એપીએમસી દ્વારા 11 લાખ નું અનુદાન#બનાસકાંઠા ના સમાચાર#મુક્તિધામ ને એપીએમસી દ્વારા 11 લાખ નું અનુદાન#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
