દિયોદર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ દિયોદર વિધુત બોર્ડ કચેરી ખાતે મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રી અને જવાબદાર તંત્રને રજૂઆત કરી છે. ખેડૂત દ્વારા રજૂઆત કરી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી લઈ અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. જેમાં આજે દિયોદર તાલુકાના ખેડૂતો જીઇબી કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ રજૂઆત કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મીટર હોવાના કારણે ખેડૂતોને પોસાતું નથી. જેથી બીલ મોટા પ્રમાણમાં આવતું હોય છે. ખેડૂતોની માંગ છે કે, બીજા ખેડૂતોને ઉધડ મીટરની જેમ તેમને પણ ઉધડ મીટર લગાડવામાં આવે એવી રજૂઆત કરી ઝુંબેશ હાથ ધરી હતી.
દિયોદરના ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રીને રજૂઆત,આંદોલનની ચીમકી ઉચ્ચારી
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#આંદોલનની ચીમકી ઉચ્ચારી#કૃષિ મંત્રીને રજૂઆત#ખેડૂતો ના સમાચાર#ગુજરાત#દિયોદરના ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રીને રજૂઆત#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
