Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ભાભર હરીધામ ગૌશાળા સંચાલકો નું સંમેલન યોજાયું ,હજારો ગૌ ભક્તો જોડાયા,સરકાર ને ૭ દીવસ નું અલ્ટીમેટમ અપાયું

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 – 23 ના  બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. પાંચસો કરોડ ની જોગવાઈ કરી હતી તેમાં ગુજરાતની તમામ રજીસ્ટર ગૌશાળા પાંજરાપોળ માં આશ્રિત ગૌવંશ સહિત ના પશુઓના નિભાવ માટે આ યોજનાની જાહેરાત કર્યા પછી સરકાર તરફથી યોજનાનો અમલ કરાવવા માટે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ કાયૅવાહી ન કરતા આજે ભાભર હરીધામ ગૌશાળા ખાતે ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકો ગૌમાતા અધિકાર માટે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનમાં સરકાર સામે લડત માટે  રણનિતી જાહેરાત કરવામાં આવી હતી

જેમાં  ગુજરાતના ગૌભકતો સંચાલકો વિવિધ સંગઠનો ના પ્રતિનિધિઓ સરકારને વારંવાર રજૂઆત કરી પરીણામ ના મળતા આંદોલનની શરૂઆત કરી તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો આ સંમેલનમાં પાંચ હજાર કરતાં વધારે ગૌભકતો અને સંચાલકો ઉપસ્થિતિ રહ્યા હતા પોતાની વેદના ઠાલવી હતી  હવે ગૌભકતો સંચાલકો દ્વારા ગુજરાત માં ઉગ્ર આંદોલન કરવા નો નિર્ણય લેવામાં આવ્યો જો સરકાર સાત દિવસ માં નિર્ણય નહિ લેતો ગુજરાત ની 1700 ગૌ શાળા તેમજ પાંજરાપોળ ની ચાવી ઓ સરકાર ને સોંપવા માં આવશે  તેમજ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમજ ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવું ઉપસ્થિત સાધુ સંતો તેમજ ગૌ શાળા  પાંજરાપોળ ના સંચાલકો તેમજ ગૌ રક્ષકો એ નિર્ણય લીધો હતો પોતાની વેદના ઠાલવી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: