રાહુલ ગાંધીનો ગઈકાલે ગુજરાત પ્રવાસ યોજાયો હતો ત્યારે રાહુલ ગાંધીએ મહત્વની બેઠક યોજી હતી. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને જોતા રાહુલ ગાંધીએ કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા ત્યારે આજે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં બેઠક મળી છે. આ બેઠકની અંદર વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો સીલસીલો ચાલી રહ્યો છો ત્યારે કોંગ્રેસ માટે આ સિવાય અંદરો અંદરનો વિખવાદ પણ જોવા મળ્યો છે. ત્યારે આ તમામ પડકારોની વચ્ચે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે રણનિતી બનાવવામાં આવી રહી છે ત્યારે રઘુ શર્મા માટે પણ વિધાનસભાની ચૂંટણી પડકાર છે. કેમ કે, પ્રથમ વખત પ્રભારી તરીકેની તેમની આગેવાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રણનિતી ઘડવામાં આવી રહી છે. ખાસ કરીને વિધાસનભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા પ્રભારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ મોરચે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યો સહીત પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધી ભવન ખાતે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રચાર નિતીથી લઈને મતદારોને આકર્ષવા સહીતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને તાબડતોડ આગામી સમયમાં વિરોધ પણ કરવામાં આવશે.
રાહુલ ગાંધીની શીખ લીધા બાદ કોંગ્રેસના નેતાઓની વિધાનસભા ચૂંટણીલક્ષી કોંગ્રેસ પ્રભારી અધ્યક્ષતામાં બેઠક
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
