મંગળવારના રોજ અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય યુથ કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિવાસ બીવી જી , રાષ્ટ્રીય પ્રભારી શ્રી ક્રિષ્ના અલ્લાવરુ જી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદિશભાઈ ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ જેમા ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા પ્રોગ્રામો જેવા કે યુથ જોડો બુથ જોડો, બેરોજગારી મોંઘવારી અને ગુજરાતમાં વધતા જતા નશા ના કારોબાર ના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનની તથા સંગઠન ને વધુ મજબૂત કરવા અંગેની વિષે સમિક્ષા કરવામાં આવી હતી જ્યાં મહત્વનું છે કે આ બેઠક ને સંબોધતા શ્રી ક્રિષ્ના અલ્લાવરુ જી એ જણાવ્યું હતું કે ગુજરાત યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાત માં યુથ જોડો બુથ જોડો કાર્યક્રમ અંતર્ગત ૧ બુથ પર ૫ યુવાનો અને ૧ સોશિયલ મિડીયા વોલીન્ટીયર ને જોડી વધુ મા વધુ બુથો પર યુવાનો ની જોડી બુથ લેવલ ના સંગઠન ને મજબૂત કરશે ત્યાર બાદ શ્રી નિવાસ બીવી જી દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને ગુજરાત યુથ કોંગ્રેસ ના પદાધીકારીઓ ને બેરોજગારી, ખાસ કરી ને મોંઘવારી અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર વધુ આક્રમક્તા થી ગુજરાત યુથ કોંગ્રેસ ને લડત ચલાવવા ના નિર્દેશો પણ આપ્યા હતા જ્યાં ત્યાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ચલાવવા માં આવી રહેલા કાર્યક્રમો ની પ્રશંસા કરવામાં આવી હતી અને વધુ મજબૂતી થી સમગ્ર ગુજરાત ને એક થઈને ભાજપ સરકારની નિષ્ફળતાઓ ને ઉજાગર કરવા તથા વધુ માં વધુ યુવાનો ને જાગૃત કરવા જણાવ્યું હતું જ્યાં મહત્વનું એ છે કે આ પ્રસંગે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પરીવર્તન જ સંકલ્પ અભિયાન લોંચ કરવામાં આવ્યું હતું અને પરીવર્તન જ સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગામે ગામ અને શહેરો માં પરીવર્તન રેલી, પરીવર્તન પદયાત્રા અને પરીવર્તન સંવાદના અનેક કાર્યક્રમો પણ કરવામાં આવશે સાથે આ પરીવર્તન જ સંકલ્પ અભિયાનમાં વધુ માં વધુ યુવાનો ને જોડવા એક મિસકોલ નંબર 98712 27788 પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વનું છે કે વધુ માં પ્રદેશ કારોબારી ની મીટીંગ માં ગુજરાત યુથ કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસ ના પ્રભારી મહામંત્રી શ્રી મનીષ ચૌધરીજી, પ્રભારી મંત્રી શ્રી મહોમ્મદ શાહિદ જી તથા ગુજરાત યુથ કોંગ્રેસ મા પ્રદેશ ના પદાધીકારીઓ અને જીલ્લા પ્રમુખો સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રદેશ કારોબારી મીટીંગ તથા પરીવર્તન જ સંકલ્પ અભિયાન નું લોંચિંગ
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
