ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહિત અનેક સમસ્યાઓને લઈને પાલનપુરમાં 27 ગામોના 1500 જેટલા ખેડૂતોએ બેનરો અને સૂત્રોચાર સાથે રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પાલનપુર કોલેજ આગળ થરાદ દિયોદર લાખણી કાંકરેજ વિસ્તારનો ખેડૂતો હાથમાં બેનરો લઈને થયા એકઠા બનાસકાંઠા માંથી પસાર થઈ રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહિત અનેક સમસ્યાઓને લઈને આજે પાલનપુરમાં કાંકરેજ દિયોદર તાલુકાના 27 ગામોના 1500 જેટલા ખેડૂતોએ બેનરો અને સૂત્રોચાર સાથે રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગો નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશે પાલનપુરના હાઇવે ઉપરની કૉલેજથી 1 કિલોમીટર પગપાળા રેલી નીકાળી મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ તેમની જમીનનું યોગ્ય વળતર આપવાની તેમજ ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવાની માંગ કરી હતી તો આ પ્રોજેકટનો વિરોધ કરતા ખેડૂતોએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈને તેમની મહામૂલી જમીન બે ટુકડાઓમાં વહેંચાઈ જતી હોવાથી તેમને મોટું નુકસાન થાય છે તો અનેક ખેડૂતો પોતાની જમીન ગુમાવી રહ્યા છે
ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળતા ખેડૂતોએ બેનરો અને સૂત્રોચાર સાથે રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
