Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, મુખ્યમંત્રીએ ચારેય જિલ્લાના કલેક્ટર પાસેથી માહિતી મેળવી

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર સતર્ક બની છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગે આગામી 22 થી 23 જુલાઈ સુધી સવારે 8.30 સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની ભારે આગાહી કરી છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને વાપીનો સમાવેશ થાય છે. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા બ્રિફ કરતા આ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, ચિંતા કરવાનું કોઇ કારણ નથી, આ માટે વહીવટી તંત્ર પણ સતર્ક છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 23 તારીખાના રોજ 8.30 થી 24 જુલાઈના રોજ સવારે 8.30 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, મહેસાણા, સાબકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ત્રણેય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ છે અને તમામ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું.કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચારેય જિલ્લાના કલેક્ટર સાથે ચર્ચા કરી જાણકારી મેળવી હતી. આ ચારેય જિલ્લામાં વરસાદની જરૂર હતી એટલે વરસાદ આવે તે સારી બાબત છે.તો બીજી બાજુ આગામી 24 અને 25 જુલાઈ રોજ 8.30 થી 8.30 કલાક સુધી સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય જિલ્લામાં તંત્રને સતર્ક રહેવા સૂચનો કરી દેવામાં આવ્યું છે.ઉત્તર ગુજરાતમાં હજુ જોઇએ તેટલો વરસાદ વરસ્યો નથી ત્યારે વરસાદની આવશ્યકતા છે આ વચ્ચે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેને લઇને તંત્ર હાલ સતર્ક બન્યું છે અને રાજ્ય સરકારના સીધા સંપ્રર્કમાં છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: