દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે દિયોદરનાં કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત 6 ડિરેક્ટરો ફરી એક વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મળતી વિગતો પ્રમાણે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટેની ડબલ બેચના આદેશ અનુસાર ખેતી નિયામક દ્વારા દિયોદર માર્કેટયાર્ડનાં 6 ડિરેક્ટરોને સસ્પેન્ડનો હૂકમ કરવામાં આવ્યો છે. આ બાબતથી જાણ કરાતા સમગ્ર દિયોદર પંથકમાં ખળભળાટ મચ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિયોદર તાલુકાની માર્કેટયાર્ડ સમિતિમાં ચૂંટાયેલા 16 ડિરેક્ટરો પૈકી વેપારી વિભાગના 4 અને ખેડૂત વેચાણ મંડળીના 2 ડિરેક્ટરો પાસે લાઇસન્સ ન હોવાથી થોડા સમય પહેલા ખેતી નિયામક દ્વારા તેઓને સસ્પેન્ડ કરાયા હતા. જોકે આ અંગે દિયોદર કોગ્રેસનાં ધારાસભ્ય સહિત 6 ડિરેક્ટરો હાઇકોર્ટેમાં જતા તેમને હાઇકોર્ટે માર્કેટયાર્ડનાં સભ્ય પદે પુનઃ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈને દિયોદર માર્કેટયાર્ડ સમિતિએ તે નિર્ણયને હાઇકોર્ટેની ડબલ બેચમાં પડકારતા તમામ 6 સભ્યોને સહીત કોંગ્રેસના ધારાસભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય સહીત ૬ ડિરેક્ટરો સસ્પેન્ડ કરાયા
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
