ગુજરાતભરમાં આવેલ ગૌશાળા પાંજરાપીળીમાં કૉર્ટ કચેરી,તેમજ સરકારી અને અર્ધસરકારી વિવિધ એજન્સીઓના તેમજ ખેડૂતોના બિનઉપયોગી ગૌવંશ સહિતના અબોલ જીવો આશ્રિત છે અને તેમના નિભાવ માટે સરકારશ્રી તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણા વર્ષોથી ચાલતી હતી જેના અનુસંધાને સરકાર દ્વારા ૨૦-૨૩ના બજેટમાં ૫૦૦ કરોડની સહાય અંગે જાહેરાત જી માર્ચે કરાઇ હતી . જૈને પાંચ માસ જેટલો સમય વીતી જવા છતાં યોજના અમલમાં મુકાઈ નથી.આ યોજનાની જાહેરાત થતાં દાતાઓમાં સંદેશ પહોંચતા દાનનો પ્રવાહ અચાનક સ્થગિત થઇ ગયેલ છે જયારે બીજી બાજુ સરકારશ્રી તરફથી જાહેરાત બાદની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી તે બાબતે સરકારશ્રીમાં વારંવાર રૂબરૂ મળી તેમજ લેખિતમાં વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં આજદિન સુધી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી અને હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેનો ખર્ચ પણ વધી રહ્યો છે તો બીજીબાજુ ઉઘારમાં મળતું ઘાસ પણ હવે મળતું બંધ થઇ ગયું છે જેથી આજ રોજ ઉત્તર ગુજરાતની ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોની બેઠક મુ કાંટ તા . ડીસા જીલ્લો બનાસકાંઠા મળી હતી અને તેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકારશ્રી તરફથી દિન ૧૨ માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહિ પહોંચે તો સંસ્થાઓમાં ગૌવંશ સહિતના જીવોનું જીવન બચાવવા માટે ઉગ્ર અંદોલન કરવા માટે મજબુર બનશે તેવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલા સરકારશ્રી દ્વારા ત્રણ માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાવવા વાવ મામલદાર ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી
વાવ ગૌ સંચાલકો એ આવેદન પાઠવ્યું
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
