Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુરત: રિક્ષાચાલકે TRB જવાનને ‘લો ડિટેન કરી દો રીક્ષા’ કહી લાફો મારી દીધો

ફાઈલ ફોટો

સુરત :રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉનમાં બે મહિના જેટલો સમય દેશમાં મોટા ભાગના ધંધા-ઉદ્યોગ બંધ રહ્યા હતા. જેથી રોજનું-રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક તંગીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનલોકમાં લોકોને ધંધા-ઉદ્યોગો ખોલવા માટેની વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે બે મહિનો ધંધા-ઉદ્યોગ બંધ રહ્યા બાદ લોકો હવે ધીમે-ધીમે રોજગારી મેળવતા થયા છે પરંતુ તંત્ર દ્વારા માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમો ભંગ કરનારા લોકો પાસેથી પણ દંડ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ લોકોને દંડ ફટકારવામાં આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અને ત્યારે સુરતમાં દંડની વાત કરતા એક રિક્ષાચાલકે TRBના જવાનને તમાચો મારી દીધો હતો અને ત્યારબાદ રિક્ષાચાલક રીક્ષા મૂકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે TRB જવાને રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના મીની બજાર વિસ્તારમાં ત્રણ રસ્તા પાસે TRB જવાની સૌરભ ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યો હતો. તે સમયે એક રિક્ષાચાલકે જીબ્રા ક્રોસિંગની આગળ પોતાની રિક્ષા ઊભી રાખી દીધી હતી. તેથી TRB જવાન સૌરભે રિક્ષાચાલકને રિક્ષા પાછળ લેવા કહ્યું હતું અને સાથે-સાથે દંડ ભરાવવાની વાત પણ કરી હતી. દંડ ભરવાની વાત સાંભળતા જ રિક્ષાચાલક રોષે ભરાયો હતો અને તેને TRB જવાનને કહ્યું હતું કે, આ રીક્ષા લઈ લો આમ પણ ધંધો નથી. ત્યારબાદ TRB જવાની સૌરભ જ્યારે રીક્ષાચાલક પાસે ગયો ત્યારે રિક્ષાચાલકે સૌરભને તમાચો મારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળથી થોડે દૂર રહી ટ્રાફિક નિયમનની કામગીરી કરતા TRB જવાન આશિષ અને અમૂલ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે TRB જવાનોને આવતા જોઈ રિક્ષાચાલક પોતાની રિક્ષા મૂકીને ફરાર થઇ ગયો હતો.

રિક્ષા ચાલકે તમાચો માર્યો હોવા બાબતે TRB જવાને તાત્કાલિક સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી વરાછા પોલીસે રિક્ષા કબજે લઇ લીધી હતી અને ભાગી ગયેલા રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: