Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપ પહેલા ભારતને ઝટકો, પીવી સિંધુ ઇજાના કારણે બહાર

સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનો રેકોર્ડ ઘણો સારો છે. તે વર્ષ 2019માં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે સિંધુએ આ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 21 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.સિંધુએ ટ્વીટ કર્યું કે કમનસીબે મારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ખસી જવું પડ્યું છે. મને કોમનવેલ્થ ગેમ્સની ક્વાર્ટર ફાઈનલમાં દુખાવો થતો હતો અને ઈજા થવાનો ડર હતો, પરંતુ મારા કોચ, ફિઝિયો અને ટ્રેનરની મદદથી મેં મારાથી બને તેટલું આગળ વધવાનું નક્કી કર્યું હતું. ડૉક્ટરોએ મારા ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની પુષ્ટિ કરી હતી અને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી. સમર્થન અને પ્રેમ માટે આપ સૌનો આભાર.'

કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને 21-15, 21-13થી હરાવી હતી. સિંધુને કોમનવેલ્થ ગેમ્સની સિંગલ્સમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સિવાય સિંધુ કોમનવેલ્થ ગેમ્સની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.પીવી સિંધુને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સખત ડ્રો સોંપવામાં આવી હતી કારણ કે તેણી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 3 નંબરની કોરિયાની એન સી યંગ સામે ટકરાશે. તે છેલ્લી પાંચ મેચમાં દક્ષિણ કોરિયાની ખેલાડીને હરાવી શકી નથી. સિંધુ આ વર્ષે બે વખત એન સામે હારી ચૂકી છે, જેમાં મે મહિનામાં ઉબેર કપના ગ્રુપ સ્ટેજમાં હારનો પણ સમાવેશ થાય છે. આ સાથે સિંધુએ આ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 21 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: