Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાની શેરપુરા જાગૃતિ વિધાલય ખાતે ખેલમહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની ઍથલૅન્ટિક સ્પર્ધા યોજાઈ

આજરોજ ડીસા શહેરમાં આવેલ શેરપુરા જાગૃતિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાની ઍથલૅન્ટિક સ્પર્ધા યોજાઈ હતી.વિદ્યાર્થીઓ અભ્યાસની સાથો-સાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભ અંતર્ગત અનેક રામતોનું શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ રમત ગમત વિશે જાણતા થાય તે માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ 2022 નું ઉદ્ઘાટન કરી ખેલ મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડીસા તાલુકામાં ખેલ મહાકુંભની શરૂવાત કરવામાં આવી છે.જેમાં આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે આવેલ જાગૃતિ વિધાલય સ્કૂલ ખાતે પણ આજે તાલુકા કક્ષાની એથ્લેન્ટિકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ડીસા તાલુકામાંથી વિવિધ શાળાના 700થી પણ વધું રમતવીરોએ ભાગ લીધો હતો સૌપ્રથમવાર તાલુકા કક્ષાની એથ્લેન્ટિકસ સ્પર્ધા યોજાતાં વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષ દરમિયાન સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન બંધ કરવામાં આવ્યું હતું જેના કારણે રમતવીરોમાં ખેલ મહાકુંભ બંધ રહેતા નિરાશા જોવા મળી હતી ત્યારે આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2022 નું બે વર્ષ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો જેના કારણે રમતવીરોમાં આનંદની લાગણી જોવા મળી હતી બે વર્ષ બાદ આજે ડીસાની શેરપુરા ખાતે ખેલ મહાકુંભ 2022 અંતર્ગત પ્રથમવાર એથ્લેન્ટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા વિવિધ રમતોમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ મેદાન પર ખેલદિલીપૂર્વક આનંદની લાગણી સાથે રમત રમતા જોવા મળ્યા હતા..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: