ડીસા તાલુકામાં બનાસ નદીના તટ વસેલા કૂંપટ ગામમાં દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે.. છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરાગત લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના સંક્રમણને કારણે આ મેળાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું.. અને કોરોના વાઇરસનું સંક્રમણ ઘટતા હવે એકવાર ફરી આ વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.. કૂંપટ ગામમાં આવેલા આ શીતળા માતાના મંદિર પ્રત્યે ગુજરાત સહિત અન્ય રાજયોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણ સુદ સાતમા દિવસે દૂર દૂરથી ભક્તો આવીને માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે.. ચામડીના રોગો, આંખોના રોગો અને ઓસી અછબડા જેવો રોગોમાં લોકો માતાજીને ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં ભક્તો કૂંપટ સ્થિત શીતળા માતાના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતાં હોય છે..
ડીસા ખાતે પૌરાણિક શીતળા સાતમનો મેળો ભરાતા ભક્તોએ દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા
Tags:
#ગુજરાત સહિત અન્ય રાજયોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે#ડીસા ખાતે પૌરાણિક શીતળા સાતમનો મેળો ભરાતા ભક્તોએ દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા#ડીસા તાલુકામાં બનાસ નદી#પૌરાણિક શીતળા સાતમ#બનાસકાંઠા ના સમાચાર#ભક્તોએ દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા#શીતળા સાતમનો મેળો
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
