દિયોદર કસ્તુરબા કન્યા વિદ્યાલય ખાતે સંસ્કૃતિ વિદ્યાલય ના બાળકો દ્વારા એક દિવસીય ફન ફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા જેમાં નાસ્તા ફુટ રમકડાં ગેમ્સ ફુટ પેકેટ જેવા અનેક પ્રકારના સ્ટોલો વિધાથીર્ઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા
જેમાં દિયોદર ના રાજવી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાન સિંહ વાઘેલા ની અધ્યક્ષતા માં ફન ફેર મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં શાળા ના વિદ્યાર્થીઓ એ. જણાવ્યું હતું કે આ ફન ફેર મેળામા જે પણ પૈસા ની આવક થશે તે ગૌશાળા માં દાન આપવામાં આવશે .અને ખાસ ફન ફેર મેળામા ગુમાનસિહ વાઘેલા દ્વારા વિધાથીર્ઓ ને અંભિનંદન આપવામાં આવ્યા હતા આ કાર્યકમ માં સંસ્કૃતિ વિધાલય ના ટ્રસ્ટી નાસીરખાન મલેક અમરતભાઈ ભાટી તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા