Live Thu, Oct 22, 2026
Rajkot • 31°C Sunny

દિયોદર ખાતે મહાસંમેલન: હિંદવાણી રોહિત દલિત સમાજે 11 મુદ્દાવાળું નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું

દિયોદર ખાતે મહાસંમેલન: હિંદવાણી રોહિત દલિત સમાજે 11 મુદ્દાવાળું નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું

વાવ થરાદ જિલ્લાના દિયોદર સ્થિત રામાપીર મંદિર પર હિંદવાણી પરગણા 84 ગોળના હિંદવાણી રોહિત દલિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં સમાજ સુધારાના હેતુસર 11 મુદ્દાવાળું નવું બંધારણ જાહેર કરીને તેનો અમલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

સભામાં સમાજમાં પ્રચલિત કુરિવાજો, આડંબર અને અતિખર્ચાળ પરંપરાઓ ઘટાડીને શિક્ષણમુખી અને પ્રગતિશીલ દિશામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત થયો. આગેવાનોના જણાવ્યા મુજબ આ બંધારણ સમાજમાં સમાનતા, એકતા અને આર્થિક સંતુલન સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

તાજેતરમાં અન્ય સમાજોમાં થયેલા સામાજિક સુધારાના પ્રયાસોને અનુસરી હવે આ સમાજે પણ સુધારાની દિશામાં સશક્ત પગલું ભર્યું હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું. સભામાં નવા નિયમોને સર્વસંમતિથી સમર્થન આપવામાં આવ્યું અને તેનો કડક પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

નવા બંધારણના મુખ્ય 11 નિયમો

  1. સગાઈ વિધિ: મહત્તમ 21 વ્યક્તિ હાજર રહેશે; કંકુ, શ્રીફળ, ₹1, નાડાછડી અને ચુંદડી-સાડી લઈ જવાની જ પરંપરા.
  2. લગ્ન વધાવો: માત્ર 11 વ્યક્તિ સવારે જ જશે.
  3. જાન વ્યવસ્થા: જાન સવારે જ લઈ જવી; 100 જાનૈયા મર્યાદા; 200 ગ્રામ ચાંદીની જાજરી, 200 ગ્રામ મંગળસૂત્ર અને સાદી બંગડી જ માન્ય.
  4. મામેરું: ₹11,000 થી ₹2,51,000 સુધી મર્યાદા.
  5. પુનર્લગ્ન: ₹400 દહેજ અને ચાંદીના દાગીના.
  6. મોસાળું: ₹11,000 થી ₹51,000 સુધી.
  7. ધર્મે લગ્ન: કન્યાના પિતાએ દાગીના આપવાના; મુરતિયાને સાદી બંગડી.
  8. દહેજ નિયમ: મુરતિયા પક્ષે ₹525; બદલે ઘરવખરી આપવી.
  9. કાચું સગપણ તૂટે તો: ₹25,000 દંડ.
  10. મરણ પ્રસંગ: ખીચડી-કઢી રાખવી અને વિધિ ચાર દિવસમાં પૂર્ણ; ભાતિ ₹10.
  11. દંડની જોગવાઈ: વસુલાતની રકમ શિક્ષણ પ્રોત્સાહન માટે વપરાશે.

કાર્યક્રમના અંતે આગેવાનોએ સંદેશ આપ્યો કે નવા બંધારણનું પાલન કરીને સમાજ શિક્ષણ, સંસ્કાર અને એકતાના આધાર પર આગળ વધે તે દરેક સભ્યની સંયુક્ત જવાબદારી છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને એકતા ભર્યા માહોલમાં પૂર્ણ થયો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 15, 2026

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત

વાવ-ધરણીધર તાલુકા સરપંચ સંગઠને DDOને આવેદનપત્ર આપ્યું; વાસ્તવિક કબજા મુજબ માપણી અને ખામીવાળા પ્રોપર્ટી...
સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Oct 14, 2026

સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ

વાયરલ વીડિયો બાદ દફનાવેલા મૃતદેહને બહાર કઢાયો; FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું કારણ સ્પષ્ટ...
વાવ-થરાદ • 📍 Deodar • Oct 8, 2026

દિયોદર રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળતા સવાલો

વપરાયેલા ઇન્જેક્શન, લોહીના સેમ્પલનો કચરો અને દવાના પેકેટો ખુલ્લામાં જોવા મળ્યા; બાયોમેડિકલ વેસ્ટના નિકાલ...
બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ Breaking
ક્રાઇમ (Crime) • 📍 BanasKantha • Oct 8, 2026

બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

LCBની કાર્યવાહીમાં ઉત્તરપ્રદેશની ગેંગના ત્રણ આરોપી ઝડપાયા; રૂ.4.02 લાખનો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા : દુકાનદારોને...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: