કોરોનાના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે ફફડાટ ફેલાયો છે અને તેના માટેની ચોક્કસ દવા પણ ન હોવાથી લોકો ગભરાઈ રહ્યા છે. કોરોના સામે લડવામાં હાલ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તે સૌથી જરૂરી છે. જેના કારણે સરકારના આયુષ વિભાગ દ્વારા લોકોની રોગ પ્રતિકાકર શક્તિ વધારવા માટે આર્યુવેદિક ઉકાળા પીવડાવવાનું શરૂ કર્યું છેજેના ભાગ રૂપે વાવ ના નવા બસસ્ટેન્ડ ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત બનાસકાંઠા તથા થરાદ વાવ સુઈગામ આયુષ ડો એસોસિએશન આયોજિત રોગ પ્રતિકારક શક્તિ વર્ધક તથા કોરોના પ્રતિ રોધક અમૃતપેય ઉકાળા ની વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો સહીત આવતા જતા મુસાફરો ને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાવ થરાદ અને સુઈગામ ડોકટર એશોસિએશન ,ડો ચિરાગ સોલંકી ,ડો નરેન્દ્ર ખત્રી ,ડો વિમલ દવે ,બી.એસ. રાજપૂત તેમજ રામસેંગ ભાઈ વેઝીયા તેમજ ,વાવ તાલુકા મહામંત્રી રામસેંગ ભાઈ રાજપૂત કેશરકૃપા તેમજ વાવ ના નવનિયુક્ત સરપંચ ભરત સોઢા તેમજ રધુભાઈ સાધુ ચાંદરવા (ડ્રાઈવર ) શહિત ગામ ના નામી અનામી લોકો હજાર રહ્યા હતા .