Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનાથી સંક્રમિત

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ છે, તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિવસેને દિવસે મોટો વધારો થઈ રહ્યો છે. આજથી શરૂ થયેલા સંસદ સત્રના પ્રથમ દિવસે કુલ 24 સાસંદો કોરોનાથી સંક્રમિત થયા છે. આ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ કોરોના થયા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ખુદને સેલ્ફ આઇસોલેશન કરી લીધા છે. 

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ, ‘હળવા તાવ બાદ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું. હાલમાં તાવ કે અન્ય કોઈ મુશ્કેલી નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. તમારા બધાની દુવાઓથી જલદી સાજો થઈને કામ પર પરત ફરીશ.’ આ પહેલા સોમવારે દિલ્હીના અન્ય ત્રણ ધારાસભ્યો પણ કોરોનાનો શિકાર બન્યા હતા. 

આ પહેલા દિલ્હી વિધાનસભામાં આજે કરાવવામાં આવેલા ટેસ્ટિંગમાં 3 ધારાસભ્યો પોઝિટિવ આવ્યા હતા. ધારાસભ્ય ગિરીશ સોની, પ્રમિલા ટોકસ અને વિશેષ રવિ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. વિશેષ રવિ આ પહેલા પણ કોરોનાનો શિકાર બની ચુક્યા છે.

દિલ્હી વિધાનસભાના 3 અન્ય કર્મીને પણ કોરોના થયો છે. આજે કુલ 180 ટેસ્ટ કરાવવામાં આવ્યા જેમાં ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હી વિધાનસભાનું કોરોના સંકટ વચ્ચે એક દિવસનં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું જેમાં માત્ર બિલને લઈને કામ કરવાનું છે. 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: