Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

ગઠબંધન માં ખૂટ :પાસવાનના નિધન બાદ સરકારમાં NDAના સાથીપક્ષોમાં માત્ર આરપીઆઇ બચ્યું; કેબિનેટમાં મહાગઠબંધનમાં કોઈ મંત્રી નહીં, આઠવલે રાજ્યમંત્રી છે

  1. અકાલીદળનાં હરસિમરત કૌરે ખેડૂત બિલોના વિરોધમાં ગયા મહિને કેબિનેટ મંત્રીપદ છોડ્યું હતું
  2. શિવસેનાના અરવિંદ સાવંતે ગયા વર્ષે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતુ

રામવિલાસ પાસવાનના નિધન બાદ મોદીસરકારમાં ભાજપ ઉપરાંત NDA ગઠબંધનમાં ફ્ક્ત રામદાસ આઠવલે (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા) બચ્યા છે. જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં ભાજપમાં બહારનું કોઈ નથી, કેમ કે આઠવલે પણ રાજ્યમંત્રી છે. તેમની પાસે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીની જવાબદારી છે.

મોદીસરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટમાં શરૂઆતમાં NDA ગઠબંધનમાં શિવસેનાના અરવિંદ સાવંત, શિરોમણિ અકાલીદળનાં હરસિમરત કૌર બાદલ અને લોકજનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન હતાં.

JDUનો કેન્દ્ર સરકારમાં સમાવેશ નહીં, પરંતુ ટેકો ચાલુ છે

શિવસેના મહારાષ્ટ્રમાં સરકારની ફોર્મ્યુલાને લઈને ગયા વર્ષે જ એનડીએથી અલગ થઈ હતી. અકાલીદળે ગયા મહિને ખેડૂત બિલોના વિરોધમાં સરકાર છોડી દીધી હતી. આ પહેલાં અકાલીદળનાં નેતા હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાં ફૂડ પ્રોસેસિંગમંત્રીપદ છોડ્યું હતું. નીતીશ કુમારની પાર્ટી જેડીયુમાંથી કોઈ સભ્ય મોદી કેબિનેટમાં નથી, પરંતુ NDAનો ભાગ હોવાને કારણે સરકારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે.

મોદી કેબિનેટમાં 24 મંત્રીએ શપથગ્રહણ કર્યા હતા, હવે 21 રહ્યા

ગયા વર્ષે 30 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 57 મંત્રીએ શપથગ્રહણ કર્યા હતા, જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રી સામેલ હતા. અરવિંદ સાવંત, હરસિમરત કૌર બાદલનાં રાજીનામાં અને રામવિલાસ પાસવાનના નિધન બાદ હવે 21 કેબિનેટ મંત્રી રહ્યા છે. રેલવે રાજ્યમંત્રી સુરેશ આંગડીના નિધન પછી રાજ્યના પ્રધાનોની સંખ્યા 24થી ઘટીને 23 થઈ ગઈ છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: