યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ
સરહદી બનાસકાંઠા દલિત સંગઠન જીલ્લા માં છેલ્લા વીસ વર્ષ થી કાર્યરત છે .સંગઠન અનુ.જાતિ ના લોકો અને વંચિત માટે હક્ક અધિકાર નું કામ કરે છે જે મુદ્દે આજ રોજ બનાસકાંઠા દલિત સંગઠન વાવ એકમ દ્વારા વિવિધ માંગણી ને લઇ આજરોજ વાવ મામલદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દા જેવા કે વાવ તાલુકા ના તમામ ગામમાં અનુ .જાતિ સમુદાય માટે સ્મશાન ભૂમિ નીમ કરવી ,અને અનુ.જાતિ ના સમુદાય ને જાતિ માં ગેર બંધારણી ને દુર કરી તેમને ગેજેટ દ્વારા સુધારો કરવો ,અનુ .જાતિ ના લોકો ને મફત પ્લોટ અને ખેડવા લાયક જમીન ફાળવવી વગેરે માંગો ને લઇ આવેદન પાઠવવામાં આવ્યુ હતું ..