યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સુઇગામ તાલુકાના મોરવાડા ખાતે તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા સ્વ.જીતુભાઇ ગણપતભાઈ પંડ્યાનું 4 માસ અગાઉ ચાલુ ફરજ દરમિયાન અવસાન થતાં તલાટી મંડળ બનાસકાંઠા ના ઉત્સાહી પ્રમુખ મહેશભાઈ ડેલ દ્વારા જિલ્લાના તમામ તલાટીઓને મદદ કરવા અપીલ કરેલ,જેમાં મહેશભાઈ ડેલે પચાસ હજાર રૂપિયાનો પોતાનો ફાળો આપ્યો હતી,બાદ સમગ્ર જિલ્લાના તલાટીઓની મદદથી ચાલુ કરેલ નવતર પહેલના ભાગરૂપે જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓએ 6 લાખ રૂપિયાનો ફાળો એકઠો કરેલ,જે ફાળાની રકમ જિલ્લા મંડળ દ્વારા ચેકથી સ્વ.જીતુભાઈ ના પત્ની હંસાબેન અને પુત્ર કિરણકુમાર ને સુઈગામ તલાટી મંડળના પ્રમુખ નાગજીભાઈ ચૌધરી તથા સુઈગામ તલાટી મંડળની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલબેન આંબલિયા ના વરદ્દ હસ્તે છ લાખ નો ચેક આપવામાં આવ્યો.આ પ્રસંગે સ્વ.જીતુભાઈ ના પરિવારે સમગ્ર જિલ્લાના તલાટીઓનો આભાર માન્યો હતો.