અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008ના આરોપીઓને સ્પેશિયલ કોર્ટ સજા આપવામાં આવી ૩૮ ફાંસી ,૧૧ આજીવન કેદ

આખરે એ દિવસ આવી ગયો કે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008ના આરોપીઓને સ્પેશિયલ કોર્ટ સજા આપવામાં આવી છે . અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ એક એવી ઘટના કે જેણે ધમધમતા અમદાવાદને હચમચાવી મુક્યું હતું. એક સાથે 23 સિરિયલ બ્લાસ્ટ જેમાં 19 સાયકલ, બે કાર અને એક બસમાં બ્લાસ્ટ થયો હતો અને 56 લોકોના મોત નીપજ્યા હતા.

આતંકવાદીઓ એટલા ક્રૂર હતા કે ઈજાગ્રસ્તોને સારવાર લઇ જનારી જગ્યા એટલે સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર પણ તેમણે બ્લાસ્ટ કરી સમગ્ર અમદાવાદને હચમચાવી મુક્યું હતું. જેના પડઘા આજે પણ શહેરમાં સંભળાય છે. તમામ દોષિતોની સજા મુદ્દે 14મી ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુદ્દે સરકાર તરફથી વકીલો સહિત બચાવ પક્ષની દલીલો પણ કોર્ટે સાંભળ્યા બાદ 49 આરોપીને સજાની સુનાવણી કરી હતી જે મુદ્દે આજે કોર્ટ 49 દોષિતોને સજા સંભાળવવામાં આવી જેમાં  2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આ કેસના 49 દોષિતમાંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા કરાઈ છે.

દેશમાં બીજો એવો કેશ છે કે 24 વર્ષ બાદ એક સાથે આટલી સંખ્યામાં કોર્ટ દ્વારા દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યામાં સામેલ 26 દોષિતોને 1998માં સ્પેશ્યલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *