બનાસકાંઠા અને ગુજરાત માં થોડા દિવસ પહેલાં સરકાર દ્વારા કેનાલો માં પાણી બંધ કરાયું હતું. પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલી મા મુકાયા હતા.સિંચાઇ તેમજ પીવા ના પાણી માટે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા હતા. ખેડૂતો નાં પાકો મુરઝાઇ રહ્યા હતા. ત્યારે પાણી છોડવા માટે સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગઈકાલે બનાસકાંઠા આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ પાણી છોડવા માં આવશે તેમ જણાવ્યું હતું. કેનાલો માં પાણી છોડવા માટે શંકર ચૌધરી દ્વારા પણ સરકાર સુધી રજૂઆત કરાઈ હોવાનું પાટીલે નિવેદન આપ્યું હતું. ત્યારે શંકર ચૌધરી સાંસદ પરબત પટેલ સહિત ધારાસભ્યો કાર્યકરો ખેડૂતો ની માંગ ને લઈ કેનાલો માં પાણી છોડયું. શંકરભાઇ ચૌધરી એ પાણી ને લઇ સરકારમાં રજૂઆત કરી હતી. તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવામાં આવે તે માટે શંકરભાઇ દ્વારા રજૂઆત કરતા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરી કેનાલોમાં પાણી છોડાયું છે જેથી ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી