Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં. વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા માટે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે યોજાઇ વિડીયો કોન્ફરન્સ. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા કરવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારલક્ષી મહત્વના નિર્ણયો લીધા હોઇ તેનો અમલ થાય તે માટે રાજ્યના મુખ્ય નિર્વાચન

અધિકારી પી.ભારતી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી આવે ત્યારે બૂથ લેવલ અધિકારી (BLO) ની ભૂમિકા મહત્વની બને છે.મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરાવવા તથા અવસાન પામેલા મતદારોના નામ કમી કરાવીને BLO મતદાર યાદીને અદ્યતન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે,તેનો ઉલ્લેખ કરતા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને BLO ને એકટીવ કરીને વહેલી તકે મતદારોની નોંધણી અંગેની કામગીરીની ચીવટપૂર્વક સમીક્ષા કરવા તાકીદ કરી હતી. BLO માટે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી તેને અનુરૂપ તાલીમ હાથ ધરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીનોની પ્રથમ તબક્કાની ચકાસણી તા.૧૫ની જુલાઇથી શરૂ કરી દેવા તેમજ EVM મશીનો જયાં રાખવામાં આવ્યા છે તે વેરહાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થા ચકાસી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારો માટેના ફોર્મમાં કેટલાંક સુધારા કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં લઇ મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ (SWEEP) એકટીવીટીમાં તેનો સમાવેશ કરીને નાગરિકોને તે વિશે માહિતીગાર કરવા તથા જે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર સાક્ષરતા કલબ (ELC) કાર્યરત નથી તેને કાર્યરત કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભા મતવિસ્તારમાં ઉભા કરવામાં આવતા મતદાન કેન્દ્રોના રેશનલાઇઝેશન માટે કેન્દ્રોની સ્થળ મુલાકાત લઇને મતદાતોઓને પ્રથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ મતદાન કેન્દ્રો પાકા અને સુવિધાજનક હોય તે જોવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવાામં આવ્યું હતું. મતદારો ઓનલાઇન સેવાઓનો લાભ લઇ ઘેરબેઠાં મતદાર યાદીમાં નામ નોંધાવી શકે, સુધારા-વધારા કરાવી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે તે માટે સોશ્યલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી મતદારોમાં અવેરલેસના ખાસ પ્રયાસો હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.વીડિયો કોન્ફરન્સમાં ચૂંટણી પ્રભાગના અધિકારીઓ દ્વારા ચૂંટણી પૂર્વે જરૂરી આગોતરા આયોજનને લગતા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ ને લગતા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ , અધિક કલેકટર દર્શના રાંક સહિત ચૂંટણી પ્રભાગના અધિકારીઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના કલેકટર સહ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: