ભટામલ મોટી ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જાહેર માર્ગ પર દબાણ કરી સત્તા નો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. જેથી ભગત સમાજનાં સ્મશાન જવાનો જાહેર માર્ગ હોવાથી લોકોનો અંતિમ ક્રિયા કરવી જતી વખતે લોકોને ભારે અગ્વાડતા પડતી હોવાથી ભગત સમાજનાં યુવાન પ્રવીણભાઈ મગનભાઈ ભગત દ્વારા ગ્રામ પંચાયત તલાટી ને અનેક વાર લેખીત મૌખિક રજૂઆત કરી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા અરજદાર ધરમના ધક્કા ખાતો હોવાથી ગ્રામ પંચાયતના સત્તાધિશો ની કામગિરી પર અનેક સવાલો ઉભા થયા….
ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા અને બચાવ કરવામા આવતાં આખરે અરજદારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને લેખિત રજૂઆત કરી આ જાહેર માર્ગ પર જે દબાણ કરવામા આવ્યું છે તે સત્વરે દૂર કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ અરજદાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યાં કે ગ્રામ પંચાયતના તલાટી અને સતાધીશો દ્વારા સદસ્ય ને છાવરવામાં આવે છે.અને સત્વરે દબાણ દુર કરી ગ્રામ પંચાયતના સદસ્ય ને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અને બીજુ અરજદાર ને અનેક વાર ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા જે ધક્કા ખવરાવવામાં આવ્યા તે બદલ ગ્રામ પંચાયતના તલાટી અને સત્તાધીશો પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે…