તા-૧૮/૦૭/૨૦૨૨ ના રોજ સવાર ના થરાદ ની મુખ્ય કેનાલ માં ઢીમા અને ચુડમેર પુલ વચ્ચે પિતા એ તેના ૧૦ વર્ષ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. જેની જાણ થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટર ને કરાતા ફાયર ફાઈટર ની ટીમ ધટના સ્થળે પહોચી તરવૈયાઓએ પિતાના મૃતદેહને બહાર કાઢ્યો છે કલાકો ની ભારે જહેમત બાદ પુત્ર નો મૃતદેહ મળી આવ્યો છે. તેની ઓળખ તેની પાસે થી મળી આવેલ પાકીટ માંથી આધાર કાર્ડ અને મોબાઇલ દ્વારા થઈ હતી.યુવક ડીસા તાલુકા ના ભાચરવા ગામ નો પ્રકાશભાઈ પુનમાજી પરમાર ઉ.વ 31 તેમજ પુત્ર નું નામ સુભાષ ભાઈ પ્રકાશભાઈ ઉંમર આસરે 10 વર્ષ હોવાનું જાણવા મળેલ છે હાલ માં તો તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે.વધુ માં પિતા પુત્ર ના મોત નું કોઈ કારણ સર મોત ને વાહલું કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે..