સરહદી બનાસકાંઠા જિલ્લા માં દિવસે ને દિવસે કોરોના નો પગ પેસારો થઈ રહ્યો છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા ના વિવિધ તાલુકા વાઇઝ તંત્ર સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે આજે વાવ મામલદાર કચેરી ખાતે નાયબ કલેકટર થરાદ ના અધ્યક્ષ સ્થાને વાવ ના વિવિધ વેપારી એસોશિયેશન એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગ માં વેપારી તેમજ કામ કરતા કામદારો એ બે ડોઝ ફરજિયાત પણે લેવા માસ્ક ફરજિયાત પહેરવા તેમજ ગ્રાહક ને પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું હતું વધુમાં દરેક દુકાન ની આગળ ફરજીયાત સેનેટાઇઝર વ્યવસ્થા કરવામાં આવે જેવા સુચનો કરવામાં આવ્યા હતા આજ ની આ મિટિંગ માં નાયબ કલેકટર બોડાણા સાહેબ ,વાવ મામલદાર વાધેલા સાહેબ ,વાવ પુરવઠા મામલદાર ઈશ્વરભાઈ બાયડ ,તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ ,તાલુકા હેલ્થ ઓફિસર,મેડિકલ ઓફિસર ડો મોદી તેમજ વાવ ના મહિલા પી.એસ.આઇ આશાબેન શાહ સહિત ગામ ના વેપારી એસોશિયેશન ના લોકો હાજર રહી આ નિર્ણય લેવાયો હતો.