બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આગ લાગવાની ઘટનામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના વડલી ફાર્મ ખાતે એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગી હતી જે આગ લાગતાની સાથે જ ઘરની બહાર પશુઓ માટે એકત્રિત કરાયેલા સૂકા ઘાસચારોમાં આગ લાગતા ઘાસચારાના પુળા બળીને ખાખ થયા હતા ત્યારે વડલી ફાર્મ ખાતે રહેતા ખેડૂત પરબતભાઈ શંકરભાઈના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતાં રાવતાજી માજીરાણા દ્વારા પોતાનું ગુજરાન ચલાવવા માટે અને પોતાનો ગુજરાત ગાયો પર ચાલતું હોય ગાયો માટે અંદાજે ૧૨૦૦ જેટલા ઘાસના પૂળા વેચાતા રાખેલા હતા

જેમાં અચાનક આગ લાગતા ૧૨૦૦ જેટલા ઘાસના પૂળા ની કિંમત અંદાજે 30000નું નુકસાન થવા પામ્યું હતું આગ લાગતાં એ સાથે જ તાત્કાલિક અસરથી ખેડૂત દ્વારા વિધુત બોર્ડમાં ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી ત્યારે થી્ ફ્રેજ લાઈટ ન હોવા છતાં લાઈટ ચાલું કરાવી પાણીના બોરમાંથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ આગ કાબુમાં ન આવતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.પરંતુ ત્યાં સુધી ખેડૂતના ઘાસના પૂળા બળીને ખાક થતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યો હતો
ડીસા : મહાવીર શાહ