Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

VIDEO / કાર્લોસ બ્રેથવેટ ભૂલ્યો ભાન, બેટ્સમેનને જોરદાર રીતે ફટકાર્યો બોલ: અંપાયરે સંભળાવી એવી સજા કે ફરી ક્યારેય નહીં કરે આવી ભૂલ

વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે લાઈવ મેચ દરમિયાન એવી હરકત કરી કે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં ટી20 બ્લાસ્ટ 2022 ટૂર્નામેન્ટમાં રમતી વખતે બ્રેથવેટે બેટ્સમેનને બોલ માર્યો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ અમ્પાયર ગુસ્સે ભરાયા અને સાથે જ બ્રેથવેટની ટીમને 5 રનની પેનલ્ટી ફટકારી. જ્યારે અમ્પાયરે આ સજા સંભળાવી ત્યારે બ્રેથવેટ ચોંકી ગયો અને તેણે કરેલા એક્શન વિશે વાત કરવા લાગ્યો અને એ પણ કહ્યું કે તેણે જાણી જોઈને આવું નથી કર્યું, પરંતુ અમ્પાયરે તેની વાત સાંભળી નહીં. કાર્લોસ બ્રેથવેટનું આ ખાસ કામ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.હકીકતમાં એવું બન્યું કે બેટ્સમેને કાર્લોસ બ્રેથવેટના બોલ પર સીધો શોટ માર્યો જે સીધો બોલર પાસે ગયો, જ્યારે બ્રેથવેટને લાગ્યું કે શોટ રમ્યા પછી પણ બેટ્સમેન તેની ક્રિઝની બહાર છે. આવી સ્થિતિમાં બ્રેથવેટે વિચાર્યા વિના બોલ બેટ્સમેન તરફ ફેક્યો. જેના કારણે બોલ બેટ્સમેનના પગમાં વાગ્યો હતો. ત્યારપછી બેટ્સમેને અમ્પાયર તરફ ઈશારો કર્યો અને બ્રેથવેટની આ એક્શન અંગે ફરિયાદ કરી. આવી સ્થિતિમાં બંને મેદાન પરના અમ્પાયરોએ એકબીજા સાથે વાત કરી અને પછી બ્રેથવેટની ટીમને 5 રનની પેનલ્ટી ફટકારી.ઉલ્લેખનીય છે કે બ્રેથવેટ ટી20 બ્લાસ્ટમાં બર્મિંગહામ બેયર્સ ટીમનો કેપ્ટન છે. હકીકતમાં આ ઘટના રવિવારે ડર્બીશાયર સામેની મેચ દરમિયાન બની હતી. ડર્બીશાયરની ઈનિંગની 13મી ઓવરમાં બેટ્સમેન વેન મેડસેન સાથે આ ઘટના બની હતી. કેરેબિયન ઓલરાઉન્ડરે બાદમાં માફી પણ માંગી હતી.મેચની વાત કરીએ તો બ્રેથવેટ ચાર ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે બર્મિંગહામ બિઅર્સને આ મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: