ધાનેરા તાલુકાનો ખેલ મહાકુંભ ધાનેરાની ડી.બી.પારેખ હાઇસ્કુલના યજમાન પદે તારીખ 20/ 3/ 2022 થી તારીખ 26 /3/ 2022 સુધી યોજાયો હતો.જેમા 11 વર્ષ..14 વર્ષ અને 17 વર્ષથી નીચે અને 40 વર્ષથી નીચે અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ,બહેનો એમ કુલ 3417 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ખેલ મહાકુંભમાં ખોખો,કબડ્ડી,વોલીબોલ.રસાખેચ.ચેસ,યોગાસન.એથલેટિક્સ,દોડ,કૂદ,ગોળાફેંક જેવી રમતોની સ્પર્ધાઓ યોજાઇ હતી.ખેલ મહાકુંભમા ભાગ લેનાર દરેક ખેલાડીઓને આચાર્યશ્રી ચેનસિહ સોલંકીએ ધાનેરા તાલુકાનું ગૌરવ વધારો તેવા શુભેચ્છાઓ સાથે વિજેતા થનાર દરેક રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.ખેલ મહાકુંભના કન્વીનર ડાહ્યાભાઈ પટેલ એ સુંદર અને સફળ આયોજન કરેલ રાજુભાઈ અને મહેન્દ્રભાઈ તથા કોચ ચંદુભાઈ ઠાકોર અને તમામ પંચોએ નિયમો સાથે રમતોત્સવને સફળ બનાવેલ.આ ખેલ મહાકુંભમાં વિજેતા થનાર ખેલાડીઓ તાલુકા કક્ષાએ,જિલ્લામાં,જોન પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ભાગ લેશે.ગુજરાત સરકાર આ ખેલ મહાકુંભ દ્વારા સારા શ્રેષ્ટ ખેલાડીઓ બેસ્ટ પ્લેયર તૈયાર કરેછે.ફોર્ટીન અંડર 17 ઓપન સુપર સાઇડ ઉપર ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાઇ હતી