ગુજરાતમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાં ઝાટકણી કાઢી વિવાદમાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત આકરા તેવર જોવા મળ્યા હતાં ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં બિભત્સ શબ્દોનો ઉપયોગ કરી અપમાન કરાતાં મહેસૂલ વિભાગ ના કર્મચારીઓમાં ભારે આકોશ ફેલાયો છે ત્યારે મહેસુલ મંડળ વિભાગ દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવા સામે બાંયો ચડાવી છે અને આંદોલનનું રણશિંગુ ફુંકાયો છે ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ગ્રામિણ મામલતદાર કે એસ તરાલ સહિત શહેર મામલતદાર એસ ડી બોડાણા પુરવઢા મામલતદાર પટણી નાયબ મામલતદાર દશરથભાઈ ઝાલા સહિત મહેસુલ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા માફી માંગે તો ડીસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા પેન ડ્રાઈવ સાથે માસ સીલ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી..
ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા..
Tags:
#Deesa was present on duty wearing a black belt by the Mamlatdar office staff.#કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર#ડીસા#ડીસા ના સમાચાર#ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા..#પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા#બનાસકાંઠા ના સમાચાર#મામલતદાર કચેરીના કર્મચારીઓ#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
