ગાંધી બાપુના ગુજરાત માં દારબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે જેમાં ગુજરાત માં વિવિધ જગ્યાએ ખુલ્લે આમ દારુ વેચાતા હોય તેવા કિસ્સા અનેક વાર જોવા મળ્યા છે આવો વધુ એક કિસ્સો બનાસકાંઠા ના વાવ તાલુકા ના ઢીમા ગામ ખાતે જાહેરમાં દારુ વહેચાતો હોવાની બુમરાડ ઉઠવા પામી છે જેને લઇ ને ગામ ના યુવા વર્ગ દારુ ના રવાડે ના ચડે તે માટે આજ રોજ ગામ ના યુવાનો સાથે મળી વાવ મામલદાર કે.એચ .વાઘેલા ને આવેદન પાઠવવા માં આવ્યું હતું જેમાં અરજદારે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે ઢીમા ગામ યાત્રા ધામ હોવાના કારણે અહિયાં રાત દિવસ હજારો લોકો દર્શન કરવા માટે આવે છે તેમ છતા અમારા ગામ ની અંદર ખેલ્લે આમ દારુ ની હાટડીઓ અને ખુલ્લે આમ બાઈક પર હોમ ડીલીવરી દ્વારા દારૂ નું વેચાણ કરવામાં આવે છે જાહેર માં દારુ વેચાતા સ્થળો જેવા કે દૂધ ડેરી ની બાજુમાં ,પાણી ના ટાંકા ની પાસે ,તેમજ પ્રાથમિક શાળા ની પાસે વિદેશી દારુ નું ધૂમ વેચાણ કરવામાં આવે છે વધુમાં જણાવ્યું હતું કે જો આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહિ આવે તો મીડિયા ને સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું