Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

RCBના બોલર્સની યોર્કર ફેંકવાની ક્ષમતાથી કેપ્ટન કોહલી ખુશ, ટ્રેનિંગ સેશનમાં મેદાન પર કૂદવા લાગ્યો

  • RCBના બોલર્સની યોર્કર ફેંકવાની ક્ષમતાથી કેપ્ટન કોહલી ખુશ, ટ્રેનિંગ સેશનમાં મેદાન પર કૂદવા લાગ્યો
  • IPLની આ સીઝનમાં RCB પોતાની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આક્રમક રમત માટે જાણીતો છે. પરંતુ ઘણા પ્રસંગોએ તેની રમુજી શૈલી પણ દુનિયાની સામે આવી છે. આવો જ એક વીડિયો તેની IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા શેર કરવામાં આવ્યો છે. આમાં કોહલી સાથી ખેલાડીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ટીમના પ્રેક્ટિસ સેશનનો છે. આમાં બોલિંગ કોચ એડમ ગ્રિફિથે બોલર્સ માટે ફન બોલિંગ ચેલેન્જ રાખ્યો હતો. બોલરોએ યોર્કર બોલ ફેંકવાના હતા. દરેક બોલરે 10-10 બોલ નાખવાના હતા. યોર્કર્સ ફેંકવાની તેના બોલર્સની ક્ષમતાને જોઈને કેપ્ટન કોહલીએ ખુશીથી મેદાન પર કૂદવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તે યોર્કર ફેંકનારા બોલર્સને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે. કોહલી સાથે એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ સહિત બધા ખેલાડીઓ મસ્તીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

કોહલી ટીમની તૈયારીઓથી ખુશ છે

  • કોહલી ટીમની તૈયારીઓથી ખુશ છે. તેણે બે દિવસ પહેલા કહ્યું હતું કે જ્યારે અમે 5 મહિનાના વિરામ બાદ UAEમાં ટ્રેનિંગ શરૂ કરી હતી, ત્યારે શરુઆતમાં મુશ્કેલીનો સામનો કર્યો હતો.
  • પરંતુ હવે ટીમ ફરીથી લય મેળવવાની નજીક છે. મહિનાઓ પછી જ્યારે પ્રેક્ટિસમાં થ્રો કર્યો ત્યારે ખભામાં થોડો દુખાવો અને ખેંચાણનો અનુભવ થયો.
  • જોકે ટ્રેનિંગને લીધે હવે સ્નાયુઓએ પહેલાંની જેમ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ ખેલાડીઓને વધુ સારું લાગે છે.

ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો: વિરાટ

  • તેણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે અમે સંતુલિત રીતે આગળ વધ્યા છીએ.
  • અમે 6 દિવસમાં છ સત્રો યોજવા માગતા ન હતા. અમે ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો છે અને આગામી કેટલાંક ટ્રેનિંગ સેશન્સમાં પણ આમ જ કરીશું.
  • કોહલી સાથી ખેલાડીઓની ફિટનેસ લેવલથી ખૂબ ખુશ છે. તેણે જણાવ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓ IPL શરૂ થાય એ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ અને શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે.

કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે RCB માટે 177 મેચમાં 5412 રન કર્યા છે.
  • તે એક જ સીઝનમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. તેણે 2016માં 4 સદીની મદદથી 973 રન બનાવ્યા હતા.
  • આ સીઝનમાં RCB પોતાની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: