બનાસકાંઠા જીલ્લા પંચાયત નું સુકાન કોંગ્રેસ ના હાથ માં પ્રમુખ બિનહરીફ, ઉપપ્રમુખ 6 મતોથી વિજેતા

  • પ્રમુખ તરીકે વારકીબેન પારગી,ઉપપ્રમુખ ભુપતાજી મકવાણાની વરણી

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં પાલનપુર ખાતે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના મહિલા પ્રમુખને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જ્યારે કોંગેસના જ ઉપપ્રમુખ 6 મતોની બહુમતીથી વિજેતા બન્યા હતા. જિલ્લા પંચાયતની સત્તા કૉંગ્રેસે જાળવી રાખી હતી.

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખની ચૂંટણી જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલમાં યોજાઇ હતી. અનુસૂચિત જનજાતિના મહિલા બેઠક અનામત હોઈ કૉંગ્રેસ દ્વારા ગુરુવારે એક ફોર્મ રજૂ કરાયું હતું.પરિણામે શુક્રવારે કૉંગ્રેસના પ્રમુખ વારકીબેન ચકાભાઇ પારગીને બિનહરીફ જાહેેેર કર્યા હતા. જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાંં કોંગ્રેસના ઉમેદવાર ભુપતાજી નાગજીજી મકવાણાને કૉંગેસના 36 સભ્યોના મત મળ્યા હતા. જ્યારે સામા પક્ષે ભાજપના ઉમેદવાર રાજાભાઈ મોતીભાઈ પટેલને તેમના 30 સદસ્યોના મત મળ્યા હતા. આમ કૉંગેસના ઉપ પ્રમુખનો 6 મતોની બહુમતીથી વિજય થયો હતો. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *