વાવ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપ નો ભગવો લહેરાયો ..પ્રમુખ –ઉપ્રમુખ નું સુકાન બંને મહિલા સદસ્ય ઓ ના હાથ માં સોપાયું ….
બનાસકાંઠા ના વાવ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી એ ભગવો લહેરાયો .. વાવ તાલુકા પંચાયત ભાજપ ના પ્રમુખ પદ ના ઉમેદવારે આખરે વિશ્વાસ મત મેળવી ભાજપની બોડી બનાવી .જેમાં ભાજપ ના ૧૬ ડેલીકેટ ઓ એ ભાજપ પાર્ટી હાઈકમાન ના આદેશ અનુસાર પ્રમુખ પદ ના ઉમેદવાર બુકણા બેઠક ના મહિલા સદસ્ય ધુડીબેન વિહાજી પરમાર (રાજપૂત)ને પ્રમુખ પદ ની વરણી કરવામાં આવી તદ્દ ઉપરાંત ઉપપ્રમુખ પદે એટા બેઠક ના મહિલા ઉમેદવાર ગોમતીબેન ઈશ્વરભાઈ પટેલ ને જાહેર કરવામાં આવ્યા …….જે પર્સંગે વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી એ વાવ માર્કેટ યાર્ડ ખાતે એક બેઠક યોજી પાર્ટી ના અગ્રણી ઓ તથા કાર્યકરો ને અભિનંદન પાઠવ્યા હતા ….જે પ્રસંગે પાર્ટી ના પૂર્વ પ્રમુખ રાજપૂત કાનજીભાઈ ભાઈ તથા ધનજીભાઈ ગોહિલ .હર્સેગભાઈ વેન્જીયા વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સગઠન પ્રમુખ નાગજીભાઈ પટેલ. વાવ માર્કેટયાડ ના ચેરમેન રૂપસીભાઇ પટેલ તથા પાર્ટી ના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા ….તાલુકા ના પ્રમુખ ની પદ ની વરણી લઈને તાલુકા ના લોકો માં ખુબજ ઉત્સાહ ભર્યા જોવા મળ્યો હતો …………………