યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
સરહદી સુઈગામ પંથક માં કોરેટી ગામ માં રહેતી યુવતી સીતાબેન પ્રજાપતિ ને આશરે ૪ વર્ષ આગાઉ સુઈગામ તાલુકા ના મમાણા ગામે રહેતા પ્રજાપતિ દલાભાઈ સાથે સમાજના રીતીનીવાજો મુજબ લગ્ન કાર્ય હતા .પોતાનું પત્ની ધર્મ દરમ્યાન એક દીકરી ને જન્મ આપ્યો છે પરંતુ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે અણ બનાવ બનતા પોતાના પિતા ના ધરે રિસાઈ ને બેઠા હતા અને સિવિલ કોર્ટ માં પતિ વિરુધ ૪૯૮ ની ફરિયાદ ચાલુ હતી ..
સીતાબેન પ્રજાપતિ ના પિતા ભુરાભાઈ પ્રજાપતિ એ અમારા મીડિયા પ્રતિનિધિ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દીકરી અને તેના પતિ વિરુધ કલમ ૪૯૮ નો કેશ ચાલતો હતો જે દરમ્યાન પ્રજાપતિ દલાભાઈ એ પોતાની પત્ની ને જણાવ્યા વગર બીજા લગ્ન કાર્ય હતા .જે દરમ્યાન મારી દીકરી ને સાસરિયામાં બોલાવી હતી .જે દરમ્યાન મેં મારી દીકરી ને ફોન કરતા મારી દીકરી નો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો .જેથી હું અને મારા ગામ ના મહેશભાઈ ગઢવી અમે બંને મારી દીકરી ના ઘરે ખબર પુછવા ગયેલ હતા .જે દરમ્યાન મારી દીકરી એક ખેતર ના છાપરા નીચે એક ખાટલા પર ગંભીર હાલત માં જોતા મેં સુઈગામ પોલીસ ને જાણ કરતા સુઈગામ પોલીસ સ્થળ ઉપર આવી હતી .પરંતુ કોઈ ફરિયાદ ના નોધાઇ જે બાદ દીકરી ના પિતા અને જમાઈ વચ્ચે રગજગ થતા જમાઈ એ દીકરીના પિતા પર હિસક હુમલો કર્યો હતો અને સારવાર અર્થે વાવ રેફરેલ ખાતે ગત રોજ તા .૨૦/૦૧/૨૦૨૧ ના રોજ સારવાર કરાઈ હતી.પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતા થરાદ રીફેર કરવામાં આવ્યા હતા .જે મુદ્દે દીકરી ના પિતા એ કહેલું કે જીલ્લા પોલીસ વડા ને જાણ કાર્ય હોવાનું મીડિયા સમક્ષ જણવ્યું હતું .જે મુદ્દે સુઈગામ પોલીસ રસ દાખવી પ્રજાપતિ ભુરાભાઈ નિવેદન લઇ ફરિયાદ નોધે તેવી પીડિત ના લોકો ઉગ્ર માંગો કરાઈ હતી ….