Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો

પાલનપુર: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠનાત્મક કવાયત તેજ કરી છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે પાલનપુર ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા કોંગ્રેસમાં જિલ્લા સંગઠનની રચનાને લઈને અગાઉ પણ વિવાદ સર્જાયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ કોંગ્રેસની મંજૂરી વિના નવી કમિટીની જાહેરાત કરી હોવાના અહેવાલ બાદ પ્રદેશ કોંગ્રેસે આ માળખું રદ કર્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે પ્રદેશ અને જિલ્લા સંગઠન વચ્ચેના મતભેદો ચર્ચામાં આવ્યા હતા.

જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

હવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે ફરી સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈને રાજકીય હલચલ તેજ થઈ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા માટે આ પ્રક્રિયાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.પાલનપુર ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરિયે ભાજપના પ્રદેશ પ્રભારી તરૂણ ચુઘના તાજેતરના નિવેદનો સામે વળતો પ્રહાર કર્યો હતો.

બેરોજગારી, ખેડૂતો અને વિકાસના મુદ્દે ભાજપ પર પ્રહાર

અનિલ ધનતોરિયે બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, રસ્તા, પાણી, વીજળી અને આર્થિક સ્થિતિ સહિતના મુદ્દાઓને લઈને ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

ગુજરાતના વિકાસ મોડલ અંગે પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજ્યમાં બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારને જવાબ આપવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશ માટે મોટી લડાઈ લડી રહ્યા હોવાનો દાવો કરતાં અનિલ ધનતોરિયે આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસના વલણ અંગે પણ વાત કરી હતી.

‘2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે’

અનિલ ધનતોરિયે મોટો રાજકીય દાવો કરતાં કહ્યું હતું કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે.તરૂણ ચુઘના નિવેદનનો જવાબ આપતા તેમણે ચુઘને પોતાના અંદર ઝાંકીને જોવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભાજપના દિવસો ગણાઈ ગયા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે તરૂણ ચુઘે 6 ઓક્ટોબરે પાલનપુરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે આકરા રાજકીય પ્રહારો કર્યા હતા.

હવે જિલ્લા પ્રમુખની પસંદગી પર નજર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોને જિલ્લા સંગઠનની જવાબદારી સોંપવામાં આવે છે તેના પર સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની નજર છે.

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠા કોંગ્રેસનું સંગઠન કયા નેતૃત્વ હેઠળ આગળ વધે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Source: SPECIAL REPORT
Share Story: Facebook 𝕏 Post Telegram
D

DESK NEWS

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: