
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષની બેઠકનો વિષય વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય @2047 છે. આ વિષય પર ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ ભાગ લેશે.