ભરતસિંહ સોલંકીની રાજકારણમાં વાપસીને લઈને પ્રભારી રધુ શર્માએ આપ્યું આ નિવેદન

ભરતસિંહ સોલંકીની રાજકારણમાં વાપસીને લઈને પ્રભારી રધુ શર્માએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહયું હતું કે, ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રીય થવું જોઈએ. અગાઉ ભરતસિંહે ખુદ જ રાજકારણમાં થોડો સમય બ્રેક લેવા માટે જાહેરાત કરી હતી.ત્યારે ફરીથી કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ ભરતસિંહને લઈને મુદ્દો સામે આવ્યો હતો. પૂછાયેલા ભરતસિંહ વિશેના પ્રશ્નમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રીય થવું જોઈએ. અમે નિષ્ક્રીય થવાનું કહ્યું જ નથી. જે સિનિયર લીડર છે તેમને અક્ટિવ થવું જોઈએ. અમે તેમને આ અંગે નથી કહ્યું તેઓ ખુદ જ તેમની રીતે પાર્ટીથી થોડો સમય દૂર થયા છે. તેમ રઘુશર્માએ કહ્યું હતું.3 જૂનના રોજ સક્રિય રાજકારણમાં નહીં રહે તેવી સ્પષ્ટતા ભરતસિંહ સોલંકીએ કરી હતી. તેમણે અગાઉ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ચાર કે છ મહિના સુધી રાજકારણથી દૂર રહેશે એ પ્રકારની વાત તેમને કરી હતી. સામાજિક સમાજના લોકો સાથે વાત કરીશ અને અભિપ્રાય જાણીશ આ તમામ બાબતોની વાત ભરતસિંહ સોલંકીએ જણાવી હતી. ભરત સોલંકી કોંગ્રેસના દિગ્ગજ નેતા કે જેમણે મે-જૂન મહિનામાં વાયરલ વીડિયો બાદ મોટી જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે તેમની પત્ની પર આરોપ પણ લગાવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, તેઓ સામાજિક પ્રક્રિયામાં સક્રિય રહેશે. ક્ષત્રિય, ઠાકોર, આદિવાસીઓ સાથેના સંગઠન અને પ્રવાસ પ્રચારમાં બમણો સમય આપશે તેવું કહ્યું હતું. ફરીથી એક તાકાત સાથે ઉભરીશ તેવું તેમણે આ જાહેરાત કરતા જૂનમાં જણાવ્યું હતું. ત્યારે ફરીથી આજે ભરતસિંહ મામલે કોંગ્રેસ તરફથી આ પ્રકારની પ્રતિક્રીયા સામે આવતા આગામી સમયમાં ભરતસિંહ જલદી ચૂંટણીઓ પહેલા સક્રીય થઈ શકે છે. ભરત સોલંકી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે કે જેમના ફરી રાજકારણમાં સક્રીય થવાની રાહ કોંગ્રેસ પણ જોઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *