ડીસા તાલુકા પોલીસ અકસ્માતની નિવારવા નવો પ્રયાસ કરાયો હતો. જીપ, ટ્રક, ડમ્પર સહિત હેવી વાહન ચાલકો ની વિના મૂલ્ય આંખોની તપાસ કરી નિદાન કરાયું… ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વાહન ચાલકો ની ઓછી વીઝીબીલીટી ના કારણે પણ અકસ્માતોની ઘટનાઓ બને છે ત્યારે આવી ઘટનાઓને નિવારવા માટે આજે ડીસા તાલુકા પોલીસ દ્વારા વિનામૂલ્ય વાહનચાલકોની આંખોની તપાસ કરાઈ હતી. આ કેમ્પ અંતર્ગત જીપ, ટ્રક અને ડમ્પર સહિત હેવી વાહન ચાલકો ની આંખો ની ડો. ચિરાગ મોદી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓછું દેખાતું હોય તેવા મોતિયો કે નંબરમાં વધઘટ થયો તેવા વાહન ચાલકો ની આંખોનું સચોટ નિદાન કરી સલાહ આપવામાં આવી હતી ડીસા તાલુકા પોલીસ દ્વારા યોજાયેલા આ વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પમાં લાભ લેવા માટે વાહન ચાલકોની લાંબી કતાર લાગી હતી. ડીસા તાલુકા પીઆઇ એમ જે ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્ય આંખ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે આવા પ્રયાસથી આવનાર સમયમાં ઓછું દેખાવાના કારણે બનતા અકસ્માતો અટકાવી શકાશે