કામની વાત/ ફટાફટ ભરી દેજો રિટર્ન, 31 જૂલાઈની ડેડલાઈન નહીં લંબાઈ સરકાર

ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર આવ્યા છે.  હાલમાં આવેલી અપડેટ જાણવી ખૂબ જ જરૂરી છે. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે શુક્રવારે કહ્યું હતું કે,  કેન્દ્ર સરકાર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવા પર વિચાર કરી રહી નથી. સરકારને 31 જુલાઈની નિયત તારીખ સુધીમાંઆ કામ પતાવી લેવું પડશે.

ફાઇલિંગની સંખ્યા ઝડપથી વધી રહી છે

બજાજે વધુમાં કહ્યું, “સામાન્ય રીતે લોકો વિચારે છે કે તારીખ આગળ જશે. આથી તેઓ રિટર્ન ફાઈલ કરવામાં થોડીક ધીમી ગતિએ કામ કરતા હોય છે, પરંતુ હવે રોજના 15 થી 18 લાખ રિટર્ન ફાઈલ થઈ રહ્યા છે. આ આંકડો 25 થી 30 લાખ સુધી જશે.

છેલ્લા દિવસે 1 કરોડ રિટર્ન ફાઈલ કરી શકાશે

સામાન્ય રીતે લોકો રિટર્ન ફાઈલ કરવા માટે છેલ્લા દિવસ સુધી રાહ જોતા હોય છે. તેમણે કહ્યું, “છેલ્લી વખતે 9-10 ટકા લોકોએ છેલ્લા દિવસે રિટર્ન ફાઈલ કર્યું હતું. ગત વખતે છેલ્લા દિવસે 50 લાખથી વધુ લોકોએ રિટર્ન ફાઈલ કર્યું હતું. આ વખતે મેં મારા લોકોને 1 કરોડ લોકો માટે તૈયાર રહેવા કહ્યું છે.

આવકવેરાના નિયમો મુજબ, 31 જુલાઈ એ સામાન્ય કરદાતાઓ માટે નાણાકીય વર્ષમાં રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે જેમને તેમના એકાઉન્ટ્સ કરાવવાની જરૂર નથી.

આવી રીતે ઘરે બેઠા ફાઈલ કરો ITR

  • તમારે સૌથી પહેલા https://eportal.incometax.gov.in/ પર જવાનું રહેશે
  • તેના પછી યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો
  • તેના પછી Continue ઓપ્શન પર ક્લિક કરો 
  • File Income Tax Return Option પર ક્લિક કરો અને Assessment Year ની પસંદગી કરોો
  • ઓનલાઈન ઓપ્શનની પસંદગી કરો અને પચી પર્સનલ ઓપ્શન પર ક્લિક કરો
  • તેના પછી ITR-1 અથવા ITR-4 ફોર્મની પસંદગી કરો
  • સેલેરી મેળવનાર વ્યક્તિને ITR-4 ની પસંદગી કરવાની રહેશે
  • રિટર્ન ફોર્મ ડાઉનલોડ કરી તેમા ફિલિંગ ટાઈપ પર 139(1) ની પસંદગી કરવાની રહીશે
  • આગળ તમારી સામે ફોર્મ ખુલી જશે, જેમા બધી જાણકારી ફિલ કરવાની રહેશે
  • બધી માહિતી ભર્યા પછી જાણકારીને ક્રોસ વેરિફાઈ કરો અને Submit કરી દો
  • ફોર્મ જમા થયા પછી તમારી મેલ આઈડી અને મોબાઈલ નંબર પર તેનો Confirmation મેસેજ આવશે
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version