બનાસકાંઠા ના થરાદ ની મુખ્ય કેનાલ માંથી એક યુવક નો મૃત્યદેહ તરતો જોવા મળી આવતા આજુબાજુ લોકો દ્વારા થરાદ પોલીસ ને જાણ કરાઈ હતી ત્યાર બાદ થરાદ પોલીસ ધટના સ્થળ પર પહોચી હતી અને યુવક ના શવ ને બહાર નીકાળી મુત્ય દેહ ને pm અર્થે થરાદ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો .

જાણવા મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસ માં આ યુવક વાવ નો મુકેશ કિશનભાઈ વાલ્મીકી હોવાનું જાણવા મળતા પરિવાર જનો નો સંપર્ક કરતા ધટના સ્થળે આવી પહોચ્યા હતા.ત્યારબાદ પરિવાર જનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે મુકેશ ૪-૫ દિવસ થી અગમ્ય કારણોસર ધર છોડી ચાલ્યો ગયો હતો ત્યારબાદ તેની શોધ ખોળ કરવામાં આવી હતી. જે અંગે આજ રોજ તેનો મુત્ય દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ વધુ માં થરાદ પોલીસે અકસ્માત નો ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે ..