સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ચોથાનેસડા ગામ ખાતે તા – ૧૦/૦૧/૨૦૨૨ ના વાવ તાલુકા આમ આદમી પાર્ટી ની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં જન સંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂતો અને યુવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ગુજરાત આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ ભેમજી ભાઈ ચૌધરી એ લોકો ને બહાર આવી ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરવાનું તેમજ દિલ્હી સરકાર ની ઉપલબ્ધી લોકો સમક્ષ રજુ કરી હતી લોકો ને સાથ સાથે સહકાર આપવાની અપેક્ષા કરવામાં આવી હતી.અને આ કાર્યક્રમ માં ૧૫ થી વધારે કાર્યકર્તાઓ એ આપ નો કેશ પહેર્યો હતો .આ સમગ્ર કાર્યક્રમ વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ભુરાજી આઝાદ ત્રિવેદી રસિકલાલ ,તુવર અબાજી ,રાજપૂત અભાભાઈ શંકરજી ,લુહાર ભીખાભાઈ ,દરજી દિનેશ ,ઠાકોર ભુરાભાઈ ,નાગજીભાઈ ચૌહાણ ,ઠાકરસિંહભાઈ વજીર ,માનસેંગ ભાઈ ,રાજપૂત વર્ધાજી ,સહીત ગ્રામજનો તેમજ વાવ-થરાદ –સુઈગામ તાલુકા ના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ..