થરાદ ના શિવનગર  ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી કરાઈ

થરાદ ના શિવનગર  ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાકાર કરતા નારી વંદન  સપ્તાહની ઉજવણી અંતર્ગત 3 ઓગષ્ટ ” મહિલા સ્વાવલંબન દિવસ ” ની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન થરાદના કાઉન્સીલેર રેખાબેન તથા pbsc સ્ટાફ દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત શિવનગરના બહેનો દ્વારા કરવામાં આવેલ   સ્વાગત કર્યા બાદ દીપિકા બેન ત્રિવેદી ,કલાવતી બેન રાઠોડ .  મહિલા અને બાળ વિકાસ વિભાગ  પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે નારી વંદન કાર્યક્રમને અનુરૂપ મહિલાઓ પોતાના સ્વરોજગાર કરીને પોતાના પગ પર થઈ શકે તે માટે મને મહિલાઓને સ્વાવલંબન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી

મહિલા સુરક્ષા તેમજ સખી વન સ્ટોપ  સેન્ટર, નારી સંરક્ષણ ગૃહો પીબીએસસી, SHI ટીમ અને 181 મહિલા હેલ્પલાઇન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપેલ ત્યારબાદ કલાવતી બેન રાઠોડ દ્વારા તેમજ દીપીકા ચૌધરી એડવોકેટ કલા સાથે સંકળાયેલ વિષ્ણુભાઈ સુથાર દ્વારા મહિલાઓને કેવી રીતે રોજગારી મેળવવી તે માટે થઈને માહિતી આપવામાં આવેલ મહિલાઓ સાથે તેનો તેઓને મૂંઝવતા પ્રશ્નો ની રજૂઆત કરેલ પ્રશ્નો અનુરૂપ મહિલાઓને સ્વરોજગાર વિશે માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ સુથાર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version