સરહદી બનાસકાંઠા ના છેવાડા ના ગામડાઓ માં પીવાનું પાણી ના પહોચતું હોવાની રાવ હોવાથી જિલ્લા સંકલન મીટીંગ માં કલેકટરે પીવાના પાણી ની મુખ્ય પાઇપ લાઇન માંથી બિન અધિકૃત કનેક્શન લીધેલા હોય તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુન્હો નોંધવાના આદેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વાવ તેમજ સરહદી છેવાડા માં પીવાના પાણી મુખ્ય પાઇપલાઇન માંથી અંદાજિત 70થી100કનેક્શન ઝડપી પાડયા છે જેમાં ખંડા ની ફેકટરી તેમજ Ms પાઇપ લાઇન માં બિન અધિકૃત કનેક્શન કરી સિંચાઇ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી વહી તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ ગત રોજ વાવ તાલુકા ના દેવપુરા થી વાવ ની મુખ્ય પાઇપ લાઇન માં મોરીખા ગામે ગેરકાયદેસર 8 કનેક્શન કાપી દેવામાં આવ્યા છે પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ ફોજદારી ગુન્હો ના નોંધાતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કેમ આ 8 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. વધુ માં આ સિવાય કેટલાય કનેક્શનો કાપવામાં આવ્યા નથી જેવા અનેક સવાલો જવાબદાર તંત્ર પર ઉઠવા પામ્યા છે જેમાં કોઈ રાજકીય નેતા છત્રછાયા માં કેશ ના થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે કોણ છે આ નેતા અને કોણ છે પાણી ના ચોરો જેને જવાબદાર તંત્ર છાવરી રહ્યું છે
સરહદી વાવ વિસ્તાર માં પીવાના પાણી નો ચોર કોણ ?

Leave a Comment